![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]()
|
એક હતું જંગલ. એમા એક સુંદર સરોવર હતું. સરોવર કાંઠે એક કાચબો અને બે હંસ રહેતા હતા. એક વખત સરોવર પાસે દુકાળ પડ્યો. ધીરે ધીરે સરોવર સુકાવા લાગ્યું. ત્રણે મિત્રો ચિંતા કરતા હતા કે હવે શું કરવું? હંસોએ કહ્યું કે દુર દુર પહાડો પાસે એક નદી વહે છે. અમેતો ઊડતા ઊડતા નદી પાસે પહોંચી જઈશું પણ કાચબાને કેવી રીતે લઈ જઈશું? કાચબાને એક ઉપાય સૂઝ્યો. એણે હંસોને કહ્યું કે તમે એક મજબૂત લાકડી લઈ આવો. હું વચ્ચેથી લાકડી મારા મોઢામાં પકડી લઈશ. તમે લાકડીના બન્ને છેડાં તમારી ચાંચમાં પકડી લેજો અને મને લઈને ઊડજો. હંસો બોલ્યા અમારી એક સલાહ યાદ રાખજે. જો તું મોઢું ખોલીશ તો તું નીચે પડી જઈશ અને તારા રામ રમી જશે. કાચબાએ મોઢું નહિ ખોલવાનું વચન આપ્યું. આમ વાત નક્કી કરીને હંસો લાકડી શોધવા જંગલમાં ગયા. થોડી વારમાં હંસો એક લાકડી લઈને આવી ગયા. કાચબાએ લાકડી વચ્ચેથી એના મોઢામાં પકડી. હંસોએ લાકડી પોતાની ચાંચમાં પકડી અને કાચબાને લઈને ઊડ્યા. ઊડતા ઊડતા એ લોકો નદી પાસે આવ્યા. એ લોકોને ઊડતા જોઈને, નદી પાસે જે ગામ હતું, એમાથી લોકો દોડતા આવીને જોવા લાગ્યા. લોકોને જોઈને કાચબાને બોલવાનુ મન થઈ ગયું. મૂરખ કાચબો એના મિત્રોની સલાહ ભૂલી ગયો. કાચબાએ જેવું બોલવા માટે મોઢું ખોલ્યું કે એ નીચે પડી ગયો અને એના રામ રમી ગયા. આના પરથી આપણને શીખવા મળે છે કે સારી સલાહ હંમેશા યાદ રાખવી જોઈએ. There was a forest. There was a beautiful lake in the forest. A tortoise and two swans lived on the shore of the lake. Once there was a famine near the lake. Slowly, the lake started drying up. The three friends started worrying what to do now? The swans said that, far away, there is a river flowing near the mountains. We can fly and reach the river,but how will we take the tortoise with us? The tortoise had an idea. He told the swans to bring a strong stick. I will hold the stick from the centre in my mouth. You hold the stick from both ends with your beak and carry me and fly away. The swans said, remember our advice. If you open your mouth, you will fall down and die. The tortoise promised not to open his mouth. After deciding this, the swans went to look for a stick in the forest. Soon the swans returned with a stick. The tortoise held the stick from the centre in his mouth. The swans held the stick in their beak and flew away with the tortoise. After flying for some time, they reached near the river. Seeing them flying, people living in the village near the river, ran out to see them. Seeing the people, the tortoise felt the desire to talk. The foolish tortoise forgot his friends’ advise. As soon as the tortoise opened his mouth to speak, he fell down and died. We learn from this that we must always remember good advise. |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Swan and Tortoise
![]()
|
એક હતું જંગલ. એમા એક સુંદર સરોવર હતું. There was a forest. There was a beautiful lake in the forest. |
|||||||||
|